News-Samiti

Feedback On This Page View Page Feedback
Region   :   Samaj Zone   : Local Samaj :
Category : Native             :   View in :
Search    : Samiti             :   From Date :
         Page Size

SrNo. RegId Date Particulars Category Image
1 CGR 31-10-2025 SARDAR VALLABHBHAI PATEL’S 150TH BIRTH ANNIVERSARY COMMEMORATED IN RAIPUR BY SHRI KUTCH KADVA PATIDAR SAMAJ
ભારત ના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦મી જન્મજયંતિ ના ઉપલક્ષ મા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, રાયપુર દ્વારા છ.ગ. ની રાજધાની રાયપુર ફાંફાડીહ મધ્યે સ્થિત સરદાર પટેલ ચોક મા સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા (એક માત્ર છે) મા સમાજ મા ભાઈઓ દ્વારા માલ્યાપણ કરી તેવો ને યાદ કરવા મા આવેલ. આ અવસર પર શ્રી સમાજ ના પ્રમુખ શ્રી વિશ્રામ ભાઈ છાભૈયા , મહામંત્રી શ્રી વેલજી ભાઈ રૂડાણી ,યુવા મંડળ પ્રમુખ શ્રી હરશુખ ભાઈ નાથાણી, મહામંત્રી શ્રી પ્રવીણ ભાઈ નાકરાણી, પૂર્વ પ્રમુખ શ્રી બાબુ ભાઈ વેલાણી,પૂર્વ પ્રમુખ શ્રી મોહન ભાઈ છાભૈયા, ભાજપ પ્રદેશ મંત્રી શ્રી જયંતિ ભાઈ દિવાણી,રાયપુર ટિમ્બર એસોસિએશન અધ્યક્ષ શ્રી દલપત ભાઈ, છ.ગ. ટિમ્બર ફેડરેશન શ્રી અધ્યક્ષ શ્રી સૂર્યકાંત ભાઈ,પૂર્વ પાર્ષદ શ્રી વિઠ્ઠલ ભાઈ,શ્રી હિમ્મત ભાઈ,,શ્રી નરસિંહ ભાઈ,શ્રી મોહન ભાઈ શ્રી અરુણ ભાઈ સાથે સમજજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વે સમજ જનો રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવાનો સંકલ્પ કર્યો અને સરદાર પટેલના આદર્શોને પોતાના જીવનમાં અપનાવવાનો પ્રયાસ કરવાનું વચન આપવા મા આવેલ
SOCIAL
2 CGR 29-10-2025 SAHAS 3.0 ORGANIZED BY CHHATTISGARH REGION: 101 YOUTH EXPERIENCE LEADERSHIP AND LIFE SKILLS DEVELOPMENT
સાહસ 3.0 એક અનેરો અનુભવ.... શ્રી ABKKP યુવા સંઘ છત્તીસગઢ રિજિયન ના સર્વે યુવા મંડળ સંયુક્ત તત્વધાન દ્વારા 3 દિવસીય કરેક્રમ RAGHAV BRICKS પ્રયોજીત સાહસ 3.0 એક અનેરો અનુભવ નુ આયોજન છ.ગ રીજીયન યુવા ઉત્કર્ષ સમિતિ દ્વારા બાળકો ને જીવન કૌશલ/આત્મા વિશ્વાસ / ટીમ ભાવના/ નેતૃત્વ કુશલતા ની એક્ટિવિટી નો અનુભવ કરેલ ટોટલ સંખ્યા 101 દિકરા અને દીકરીઓ યે ભાગ લીધો હતો. ખુશી ની વાત છે કે સાહસ 3.0 મા સેન્ટ્રલ ટોપ 20 થી યુવાઓ ના ચહિતા અને પેરણાસ્રોત એવા સેન્ટ્રલ યુવાસંઘ પ્રેસિડેન્ટ જગદીશ ભાઈ લીંબાણી - સેન્ટ્રલ યુવાસંઘ પ્રેસિડેન્ટ, નિશાંત ભાઈ રામાણી - સેન્ટ્રલ PRO. અશોક ભાઈ સેંગાણી - ફોરેસ્ટ કાઉન્સિલ પ્રેસિડેન્ટ, હરેશ ભાઈ રૂડાણી - રામસેતુ કાઉન્સિલ પ્રેસિડેન્ટ, મયુર ભાઈ રંગાણી - ગ્રીન લેન્ડ કાઉન્સિલ સેક્રાટરી, રાહુલ ભાઈ છાભૈયા - ફોરેસ્ટ કાઉન્સિલ સેક્રાટરી, છ ગ રિજિયન યુવા ઓ ના લોકલાડીલા પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યાં હતાં - યોગેશ ભાઈ છાભૈયા, સલાકાર - કિશોર ભાઈ નાકરાણી, મિશન ચેરમેન - હેમંત ધોળું, મહામંત્રી - જીગ્નેશ નાકરાણી, પ્રવક્તા - નીતિન નાકરાણી, ખજાનચી - જયેશ દિવાણી, સેન્ટ્રલ PDO કૃષિ પર્યાવરણ - રાજેશ ભાઈ નાથાણી, CCM - જ્યોતિ બેન છાભૈયા, ફોરેસ્ટ કાઉન્સિલ PDO - રાજકિય કાન્તિ છાભૈયા, ફોરેસ્ટ કાઉન્સિલ PDO સગપણ સંબંધી - મનીષ પોકાર, છત્તીસગઢ રિજિયન કન્વિનર યુવા ઉત્કર્ષ - વસંત નાકરાણી, યુવા ઉત્કર્ષ સહ કન્વિનર - પ્રકાશ નાકરાણી, છત્તીસગઢ રિજિયન સામાજિક અને આધ્યાત્મિક કન્વીનર -જ્યોતિ બેન વાલાણી સાથે ભુમિકા વાલાણી ઉપસ્થિત રહ્યાં હતાં. ફોરેસ્ટ કાઉન્સિલ - વિધર્ભ રિજિયન થી ઉપસ્થીત રહ્યાં હતાં રાજેશ ભાઈ પોકાર - વિદર્ભ પ્રેસિડેન્ટ, કીર્તિ ભાઈ સેંગાણી - વિદર્ભ સેક્રાટરી, જીતેન્દ્ર ભાઈ સેંગાણી - વિદર્ભ PRO ફોરેસ્ટ કાઉન્સિલ યુવા ઉત્કર્ષ PDO - ભરત પોકાર, ઉપસ્થિત રહ્યાં હતાં.
GENERAL
3 CGR 14-10-2025 RSS PATH SANCHALAN HELD IN RAJNANDGAON ON VIJAYADASHAMI WITH OVER 50 YOUTH PARTICIPATION
RSS નું પથ સંચલન રાજનાંદગાંવ પાટીદાર ભવન થી નિકળ્યું અને યુવક મંડળ થી 50 થી વધુ મિત્રો ગણવેશ સાથે શામિલ થયા! વિજયાદશમી ઉત્સવ નિમિતે શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા તા:- 14/10/25 મંગળવારે સવારે 8 વાગે પંથ સંચાલન શ્રી પાટીદાર ભવન થી શરૂ કરવામાં આવેલ! રાજનંદગાવ સ્થાનિક યુવક મંડળથી અંદાજીત 50 જેવા સ્વયંસેવકો એ પંથ સંચાલનમાં જોડાયીને ધન્યતાનો ભાવ અનુભવેલ....... વિશેષ કરીને ભાજપ જિલ્લા અધ્યક્ષ રમેશ ભાઈ દીવાણી , CG યુવાસંઘ ના પૂર્વ પ્રમુખ પવન દિવાણી, દીપક રામાણી ભાવેશ ભાવાણી, વિનય છાભૈયા, સહ ખજાનચી અનિલ લીંબાણી , પુનિત છાભૈયા, વિનસ પેઠાણી પથ સંચાલન માં શામિલ થયા
SOCIAL
4 CGR 06-10-2025 MANOJ VELJIBHAI POKAR WINS DIVISIONAL LAWN TENNIS DOUBLES TITLE
શ્રી સનાતન ક ક પાટીદાર સમાજ જગદલપુર માટે હર્ષ નો વિષય છે. કે સમાજ ના વરિષ્ટ શ્રી મનોજ વાલજી ભાઈ પોકાર એ ડિવિઝનલ લેવલ લોઁન ટેનિસ ડબલ્સ નો ફાઈનલ મેચ જીતી ને સમાજ તથા સંપૂર્ણ રિજીયન માટે ગૌરવ નું ક્ષણ
GENERAL
5 CGR 03-10-2025 PATIDAR SAMAJ BILASPUR CELEBRATES “OPERATION SINDOOR” RAAS GARBA IN HONOUR OF INDIAN SOLDIERS
શ્રી પાટીદાર સમાજ બિલાસપુર (છ.ગ) દ્વારા સરહદ પર લડી રહેલા આપણા દેશના વીર જવાનો ને બીરદાવા માટે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું આહ્વાન હતું કે માતાજીની દરેક ગરબીમાં ઓપરેશન સિંદુર ના રાસ ગરબા જોવા માટે પધારેલ અને સમાજના આમંત્રણ અને માન આપી BJP વિધાયક બેલતરા શ્રી સુશાંત શુક્લાજી તથા બિલાસપુર નગરપાલિકા B.J.P પાર્સદ નિતીન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓપરેશન સિંદૂર રાસ ગરબા માં સૌ પાટીદાર ભાઈઓ અને બહેનો ભારત માતા કી જય ના નારા સાથે ઝૂમી ઉઠ્યા હતા. વિધાયકશ્રીઓ પોતાના પ્રસંગિક ઉદ્બબોધનમાં પાટીદાર સમાજની એકતા અને સનાતન સંસ્કૃતિને સાચવવા માટે પાટીદાર સમાજનો વિશેષ આભાર માન્યો હતો અને માતાજીના આશીર્વાદ સદેવ પાટીદાર સમાજ પર રહે તે માટે માતાજી પાસે કામના કરી હતી.
GENERAL
6 CGR 03-10-2025 SDOP SHRI DEVANSH RATHOD GRACES NAVRATRI GARBA MAHOTSAV AT SHRI PATIDAR SAMAJ, BALOD AND CREATES AWARENESS ON CYBER CRIME
શ્રી પાટીદાર સમાજ બલોદ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવના શુભ અવસર પર એસ.ડી.ઓ.પી. શ્રી દેવાંશ રાઠોડ સાહેબ પધાર્યા હતા. તેમણે ગરબા નો આનંદ માણ્યો અને ગરબા રમવાની આપડી સાંસ્કૃતિક પરંપરાની પ્રશંસા કરી. મહત્વ પૂર્ણ જાણકારી તેમણે સમાજના લોકોને આજના સમયમાં ઝડપથી વધી રહેલા સાઇબર ક્રાઇમ વિષે જાગૃત કર્યા. તેમણે ખૂબ જ સરળ અને ઔપચારિક રીતે સમજાવ્યું કે કઈ રીતે ઠગ લોકો બેંક ખાતામાંથી રૂપિયા હડપ કરવા માટે છેતરપીંડી કરે છે. તેમજ તેમણે આ પ્રકારના ગુનાઓથી આપણી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી તે બાબતે પણ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમના અંતે રાઠોડ સાહેબે આરતીમાં ભાગ લીધો તથા પ્રસાદ ગ્રહણ કરી અને આવા સુંદર કાર્યક્રમ માટે શુભેક્ષા પાઠવી પાટીદાર સમાજ બલોદ તરફથી અમે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
GENERAL
7 CGR 03-10-2025 RAIPUR KUTCH KADVA PATIDAR YUVA MANDAL ORGANISES BLOOD DONATION CAMP UNDER ABKKP YUVASANGH
શ્રી રાયપુર યુવા મંડળ ના સંયુક્ત તત્વધાન માં તારીખ 02.10.2025 ના બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવા મા આવેલ અને સંપૂર્ણ સમાજ ના જ્ઞાતિ જનો બહુ મોડી સંખ્યા મા જોડાયા હતા સાથે રાયપુર યુવા મંડળ ના પ્રમુખ શ્રી હરસુખ નાથાણી અને શ્રી નરેશ કેશરાણી સર્વે હોદ્દેદાર અને સંપૂર્ણ કારોબારી અને છ.ગ રીજીયોન ના ચેરમેન શ્રી યોગેશ છાભૈયા અને ખજાનચી જયેશ દિવાણી અને આરોગ્ય કન્વીનર નરેશ કેશરાણી સહકન્વીનર મનીષ છાભૈયા અને છ.ગ રીજીયન ની હોદ્દેદાર અને કારોબારી ઉપસ્થિત રહ્યાં હતા. બોલ્ડ ડોનેશન કેમ્પ મા જે પણ બ્લડ કલેક્ટ કરેલ છે તે રાયપુર ની સારી અને નિઃશુલ્ક સત્ય સાઇ હોસ્પિટલ નવારાયપુર માં હાર્ટ બાળકો માટે ઉપયોગ કરવામાં આવશે અને આ હોસ્પિટલ ની અંદર ક્યાં પણ કેશ કાઉન્ટર નથી પૂર્ણ રૂપ થી નિઃશુલ્ક છે.
GENERAL
8 CGR 03-10-2025 GOVERNOR OF CHHATTISGARH GRACES KUTCH KADVA PATIDAR SAMAJ NAVRATRI CELEBRATIONS IN RAIPUR
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ રાયપુર નવરાત્રી ઉત્સવ માં સમાજના આમંત્રણ ને માન આપી મહાષ્ટમી શુભરાત્રીએ છત્તીસગઢ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ શ્રી રામેન ડેકાજી દ્વારા સમાજ ના બંને ભવનો ફાફાડીહ અને ભનપુરી માં પધારી આયોજન ની શોભા વધારેલ. માતાજી તથા ગરબા ના દર્શન કરી પ્રાંગણ ની પ્રદક્ષિણા કરેલ. સમાજ ના ફાફાડીહ ભવન મધ્યે રાજ્યપાલશ્રી નું સમાજ ના પ્રમુખશ્રી વિશ્રામભાઈ છાભૈયા, મહામંત્રીશ્રી વેલજીભાઈ રૂડાણી, અ.ક.ક.પા. સમાજ પૂર્વ પ્રમુખશ્રી રામજીભાઈ નાકરાણી, પૂર્વ વિધાયકશ્રી દેવજીભાઈ સામાણી, મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી મંજુલાબેન છાભૈયા, યુવા મંડળ ઉપપ્રમુખશ્રી ભરતભાઈ વાલાણી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ અંતે સમાજ ના પ્રમુખશ્રી દ્વારા રાજ્યપાલશ્રી ને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી આભાર વ્યક્ત કરેલ. સમાજ ના ભનપુરી ભવન મધ્ય રાજ્યપાલશ્રી નું સમાજ ના ઉપપ્રમુખશ્રી વાલજીભાઈ નાકરાણી, મંત્રીશ્રી શંભુભાઈ છાભૈયા, પૂર્વ વિધાયકશ્રી દેવજીભાઈ સામાણી, ભાજપ પ્રદેશ મંત્રીશ્રી જયંતીભાઈ દીવાણી, મહિલા મંડળ ઉપપ્રમુખ શ્રીમતી નર્મદાબેન છાભૈયા, મંત્રી શ્રીમતી વંદનાબેન વાલાણી, યુવા મંડળ પ્રમુખશ્રી હરસુખભાઈ નાથાણી, મહામંત્રીશ્રી પ્રવીણભાઈ નાકરાણી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ.
GENERAL
9 CGR 02-10-2025 FREE HEALTH CHECKUP CAMP ORGANISED ON DUSSEHRA BY SHRI KUTCH KADVA PATIDAR YUVAK MANDAL RAJNANDGAON
શ્રી ક.ક.પાટીદાર યુવક મંડળ રાજનાંદગાંવ જય શ્રી લક્ષ્મીનારાયણ દશેરા આરોગ્ય દિવસ 2025 આજે Dussehera ના ઉપલક્ષ મા શ્રી પાટીદાર યુવક મંડળ રાજનાંદગાવ દ્વારા Free Health Checkup Camp નુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ Camp મા Dental Checkup, Eye Checkup, Skin Care Checkup વિશેષજ્ઞો દ્વારા કરવા મા આવ્યુ. Dental care મા 76 Eye care મા 112 Skin Care મા 88 લોકો એ લાભ લીધો હતો. આ આરોગ્ય Camp, Om Dental and Skin Care Clinic અને Udhyachal Eye Care Clinic દ્વારા કરવામા આવેલ હતો.
GENERAL
10 CGR 02-10-2025 DIGNITARIES GRACE SHRI PATIDAR SAMAJ RAJNANDGAON NAVRATRI CELEBRATIONS 2025
શ્રી પાટીદાર સમાજ રાજનાંદગાંવ માટે ખૂબ જ આનંદનો અવસર છે કે માતાજી ની નવરાત્રી ના પાવન પર્વ દરમ્યાન રાજનાંદગાંવ થી સાંસદ માનનીય શ્રી સંતોષ પાંડે જી, રાજનાંદગાંવ ના SP શ્રી મોહિત ગર્ગ જી, પૂર્વ સાંસદ શ્રી અભિષેક સિંહ જી રાજનાંદગાંવ ના DFO શ્રી આયુષ જૈન અને Add. Collector Smt. Jain Madam સહ પરિવાર પધારેલ હતા.
GENERAL
11 CGR 02-10-2025 27 NEW MEMBERS JOIN YUVA SURAKSHA KAVACH UNDER SHRI RAIPUR YUVA MANDAL
શ્રી રાયપુર યુવા મંડળ ના સંયુક્ત તત્વધાન માં યુવા સુરક્ષા કવચ 27 નવા સભ્યો બનવા આવ્યા અને રાયપુર સમાજ ના ઉપપ્રમુખ શ્રી વાલજીભાઈ નાકરાણી અને યુવા મંડળ ના પ્રમુખ શ્રી હરસુખ નાથાણી દ્વારા યુવા મંડળ થી YSK નવા સભ્યો ના ફોર્મ છ.ગ રીજીયન ને વરદ હસ્તે સોંપતા અને ફોરેસ્ટ કાઉન્સિલ PDO નિલેશ પોકાર અને છ.ગ રીજીયન YSK કન્વિનર દિપક સામાણી સાથે છ.ગ રીજીયન ખજાનચી જયેશ દિવાણી અને PRO નીતિન નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા.
GENERAL
12 CGR 01-10-2025 RAM HRUDAY KIT DISTRIBUTION UNDER MISSION AROGYA BY YUVA MANDAL BILASPUR
યુવા સંગના મિશન આરોગ્ય કાર્યક્રમ હેઠળ, CGR ના મિશન ચેરમેન શ્રી હેમંત ભાઈ ધોળુ તથા બિલાસપુર યુવક મંડળના પ્રમુખ શ્રી યોગેશભાઈ ધોળુ ના હસ્તે,રામ હૃદયકિટ, લાભાર્થીઓને આપવામાં આવ્યા. નવરાત્રીના પાવન અવસર પર યોજાયેલ આ વિતરણ કાર્યક્રમ દ્વારા આરોગ્ય જાગૃતિ સાથે સેવા અને સમર્પણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
GENERAL
13 CGR 01-10-2025 OPERATION SINDOOR RAAS GARBA ORGANISED BY SHRI PATIDAR SAMAJ BILASPUR IN SUPPORT OF INDIAN SOLDIERS
શ્રી પાટીદાર સમાજ બિલાસપુર (છ.ગ) દ્વારા સરહદ પર લડી રહેલા આપણા દેશના વીર જવાનો ને બીરદાવા માટે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું આહ્વાન હતું કે માતાજીની દરેક ગરબીમાં ઓપરેશન સિંદુર ના રાસ ગરબા રમવા જોઈએ માટે સમાજના આમંત્રણ અને માન આપી બિલાસપુરના B.J.P વિધાયક શ્રી અમર અગ્રવાલ અને ગ્રામીણ ક્ષેત્ર તખતપુરના B.J.P વિધાયક શ્રી ધર્મજીતસિંહ તથા બિલાસપુર નગરપાલિકા B.J.P પાર્સદ નિતીન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓપરેશન સિંદૂર રાસ ગરબા માં સૌ પાટીદાર ભાઈઓ અને બહેનો ભારત માતા કી જય ના નારા સાથે ઝૂમી ઉઠ્યા હતા. બંને વિધાયકશ્રીઓ પોતાના પ્રસંગિક ઉદ્બબોધનમાં પાટીદાર સમાજની એકતા અને સનાતન સંસ્કૃતિને સાચવવા માટે પાટીદાર સમાજનો વિશેષ આભાર માન્યો હતો અને માતાજીના આશીર્વાદ સદેવ પાટીદાર સમાજ પર રહે તે માટે માતાજી પાસે કામના કરી હતી.
GENERAL
14 CGR 01-10-2025 GOVERNOR OF CHHATTISGARH FELICITATED BY SHRI RAIPUR PATIDAR SAMAJ
શ્રી રાયપુર પાટીદાર સમાજ આમંત્રણ ને માન આપી છત્તીસગઢ રાજ્ય ના પ્રથમ નાગરીક માં માહિમ માનનીય રાજ્યપાલ શ્રી રામેન ડેકાજી નું સ્વાગત સાલ અને પુષ્પગુચ્છ થી કરવા મા આવેલ, આ કાર્યક્રમ મા સમાજ ના ઉપપ્રમુખ શ્રી વાલજીભાઈ નાકરાણી, મંત્રી શંભુભાઈ છાભૈયા, સહખજાનચી અર્જુન ભાઈ પોકાર સાથે અન્ય હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહયા હતા , પૂર્વ ધરસીવા વિધાયક દેવજી ભાઈ સામાણી સાથે BJP પ્રદેશ મંત્રી જયંતિ ભાઈ દિવાણી ,BJP વેપારી પ્રકોસ્ટ સુરેશ ભાઈ નાયાણી રાજકીય કન્વિનર શ્રી કિરણભાઈ નાકરાણી રાજકીય સભ્ય શ્રી ગૌરવ નાકરાણી સાથે રાયપુર યુવા મંડળ ના પ્રમુખ શ્રી હરસુખ ભાઈ નાથાણી અને યુવા મંડળ મહામંત્રી શ્રી પ્રવિણ નાકરાણી, મંત્રી વસંત નાકરાણી સહખજાનચી અને મંડળ ના કારોબારી સભ્યો ઉપસ્થિત રહયા હતા, મહિલા મંડળ ઉપપ્રમુખ શ્રી મતી નર્મદા બેન છાભૈયા અને તેમના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહયા હતા.
GENERAL
15 CGR 30-09-2025 CHIEF MINISTER VISHNUDEV SAI AND MP BRIJMOHAN AGRAWAL GRACE SHRI KUTCH KADVA PATIDAR SAMAJ RAIPUR NAVRATRI CELEBRATIONS
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ રાયપુર ના આમંત્રણ ને માન આપી માનનીય મુખ્યમંત્રી શ્રી વિષ્ણુદેવ સાયજી સાથે રાયપુર શહર સાંસદ શ્રી બ્રિજમોહન અગ્રવાલજી ઉપસ્થિતિ આપી ઉત્સાહ ની લાગણી દર્શાવેલ માનનીય મુખ્યમંત્રી સાહેબે સમાજ ને નરવાત્રી ના 51માં વર્ષ ની શુભેચ્છા આપી સાંસ્કૃતિક અને પારંપરિક ગરબા ને સાચવી રાખવા માટે પાટીદાર સમાજ ના વડીલો અને કાર્યકર્તાઓ નું અભિનંદન કરેલ, આયોજન માં સમાજ ની સંગીત સમિતિ ની વિશેષ પ્રશંસા કરેલ. આયોજન માં ઉપસ્થિત રાયપુર શહર સાંસદ શ્રી બ્રિજમોહન અગ્રવાલજી દ્વારા પાછળ 40વર્ષો થી સમાજ ના વિવિધ આયોજનો માં ઉપસ્થિતિ આપવા નું ગર્વ વ્યક્ત કરેલ. નવરાત્રી આયોજન માં પૂર્વ વિધાયક શ્રી દેવજી ભાઈ સામાણી અને છ.ગ. પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જયંતિ ભાઈ દિવાણી વિશિષ્ટ અતિથિ રૂપે ઉપસ્થિત રહેલ તથા ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત રાયપુર શ્રી સમાજ ના પ્રમુખશ્રી વિશ્રામ ભાઈ છાભૈયા, ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ ભગત, મહામંત્રી શ્રી વેલજી ભાઈ રૂડાણી, મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી મંજુલા બેન છાભૈયા, યુવા મંડળ ઉપપ્રમુખ ભરત વાલાણી, જીગ્નેશ નાકરાણી, મંત્રી દિવેશ પોકાર, ખજાનચી નરેશ છાભૈયા, છ.ગ. રીજીયન પ્રમુખશ્રી યોગેશ ભાઈ છાભૈયા, રાયપુર જીલ્લા ભાજયુમો મંત્રી મુકેશ ભાઈ પદમાણી, ભાજયુમો ફાફાડીહ મંડળ મહામંત્રી હાર્દિક ભાઈ પોકાર, ગિરીશ ભાઈ નાકરાણી, હિમ્મત ભાઈ છાભૈયા દ્વારા કરવા માં આવેલ.
GENERAL
16 CGR 28-09-2025 YSK MEMBERS FELICITATED WITH CERTIFICATES BY SHRI KKP YUVA SANGH CHHATTISGARH REGION
શ્રી KKP યુવા સંગ છત્તીસગઢ રિજિયન દ્વારા YSK સભ્યો ને સર્ટિફિકેટ આપતા પ્રોત્સાહિત કરેલ શ્રી રાયપુર પાટીદાર સમાજ ઉપપ્રમુખ શ્રી વાલજીભાઈ નાકરાણી સાથે માજી ઉપપ્રમુખ શ્રી ખીમજીભાઇ પોકાર અને YSK PDO નિલેશ પોકાર અને YSK કન્વિનર દિપક સામાણી સાથે CGR ખજાનચી જયેશ દિવાણી,CGR PRO નીતિન નાકરાણી યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ ભાઈ નાથાણી અને યુવા મંડળ મહામંત્રી શ્રી પ્રવિણ નાકરાણી ને કારોબારી ઉપસ્થિત રહયા હતા.
GENERAL
17 CGR 28-09-2025 BASTAR MP DINESH KASHYAP VISITED PATIDAR SAMAJ JAGDALPUR DURING NAVRATRI
શ્રી જગદલપુર પાટીદાર સમાજ ના આમંત્રણ ને માન આપી બસ્તર ના ભાજપ સાંસદ શ્રી દિનેશ કશ્યપજી નવરાત્રિ માં પધાર્યા, સંપૂર્ણ સમાજનો દ્વાએ એમનું ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું
GENERAL
18 CGR 27-09-2025 ANNOUNCEMENT REGARDING FOREST COUNCIL KARYASHALA
પ્રતિ, શ્રી કેન્‍દ્રીય હોદેદારો, કારોબારી સભ્‍યો સેન્ટ્રલ મિશન લીડર્સ અને PDO તેમજ ઉત્તર ભારત, છત્તીસગઢ, મધ્‍ય પ્રદેશ અને વિદર્ભ Region ના હોદેદારો અને તેના અંતર્ગત આવતા તમામ યુવા મંડળના અન્‍ય કાર્યકર્તાઓ Mentor શ્રીયો અને સમાજજનો, જય શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંધ એક એવું સંગઠન છે જેમાં સમાજ ઉત્થાન માટે કર્મનિષ્ઠ કાર્યકર્તાઓને સમાજ સેવાના માધ્‍યમથી સમાજ અને સ્વનો વિકાસ કરવાની અનોખી તક સાંપડે છે. આજે જયારે આપણે યુવાસંધ ના 2025 - 27 ટર્મમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે, તેના નવીન લક્ષ્યાંકોને સ્થાપી સમાજને અદ્વિતીય ઓપ આપી નવીનતમ ઊંચાઇ પર પહોંચાડવી વિશ્વ ફળક ઉપર ડંકો વગાડવા આપણે નવનિયુક્ત યુવા કાર્યકર્તાઓ પદ ભાર નિભાવવા થનગનીએ છીએ ત્યારે સંગઠનથી સમૃદ્ધિ લઈ આવવા ચાલો સૌ હાજરી આપીએ Forest કાઉન્સિલની સ્પંદન કાર્યશાળામાં... હા મિ‍ત્રો! આપણા કેન્‍દ્રીય યુવાસંધ ની ટર્મ 2025 - 27 માટેની કાઉન્સિલ સ્તરીય સ્પંદન કાર્યશાળાનો સુચારૂ આયોજન નીચેના અલૌકિક સ્થળ પર કરવાનું નક્કી કરવામાં આવેલ છે આ ઐતિહાસિક કાઉન્સિલ સ્તરીય કાર્યશાળામાં બહોળી સંખ્યા માં ભાગ લેવા આપ સૌને કેન્‍દ્રીય યુવાસંધ આમંત્રિત કરે છે. સમય: તા. 11/10/25 બપોરે 3.00 વાગ્યાથી – 12/10/25 બપોરે 1.00 વાગ્યા સુધી સ્થળ: શ્રી ગુજરાતી સમાજ, ટીટી નગર, ભોપાલ – મધ્ય પ્રદેશ અશોક સેંઘાણી, કાઉન્સિલ પ્રેસિડેન્ટ રાહુલ છાભૈયા કાઉન્સિલ સેક્રેટરી
GENERAL
19 CGR 27-09-2025 SOUTH RAIPUR MLA SUNIL SONI AND RAIPUR GRAMIN MLA MOTILALA SAHU VISIT PATIDAR SAMAJ DURING NAVRATRI
શ્રી રાયપુર પાટીદાર સમાજ આમંત્રણ ને માન આપી ને રાયપુર દક્ષિણ ના વિધાયક શ્રી સુનિલ સોનીજી સાથે રાયપુર ગ્રામીણ વિધાયક શ્રી મોતીલાલ સહુજી અને રાયપુર નગર નિગમ ના સભાપતિ શ્રી સૂર્યકાંત રાઠોડ સાથે રાયપુર સમાજ ના ઉપપ્રમુખ શ્રી વાલજીભાઈ નાકરાણી સાથે કારોબારી સભ્યો BJP પ્રદેશ મંત્રી જયંતિ ભાઈ દિવાણી ,BJP વેપારી પ્રકોસ્ટ સુરેશ ભાઈ નાયાણી રાજકીય કેન્વિનર શ્રી કિરણભાઈ નાકરાણી રાજકીય સભ્ય શ્રી ગૌરવ નાકરાણી સાથે રાયપુર યુવા મંડળ ના પ્રમુખ શ્રી હરસુખ ભાઈ નાથાણી અને યુવા મંડળ મહામંત્રી શ્રી પ્રવિણ નાકરાણી ને કારોબારી ઉપસ્થિત રહયા હતા
GENERAL
20 CGR 25-09-2025 SAHAS FORM DISTRIBUTION BY BILASPUR SAMAJ
તા. 25.9.2025 ના દિવસે બિલાસપુર યુવા મંડળ દ્વારા છત્તીસગઢ રીજીયન દ્વારા આયોજીત સાહસ નું નવરાત્રી દરમ્યાન ફોમ વિમોચન કરવામાં આવેલ . જેમાં યુવા મંડળના પૂર્વ પ્રમુખ શ્રી કાંતિભાઈ ગોરાણી સાથે વર્તમાન પ્રમુખ યોગેશભાઈ ધોળું અને છત્તીસગઢના વોઇસ ચેરમેન હેમંત ભાઈ ધોળું ઉપસ્થિત રહ્યા હતા.
GENERAL
21 CGR 24-09-2025 SAHAS 3.0 (POWERED BY RAGHAV BRICKS)

GENERAL
22 CGR 22-09-2025 NAVRATRI INVITATION TO CM VISHNU DEO SAI
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ રાયપુર દ્વારા પરંપરાગત નવરાત્રી 2025 માટે છત્તીસગઢ રાજ્ય ના મુખ્યમંત્રી માનનીય શ્રી વિષ્ણુદેવ સાય ને આમંત્રણ પત્રિકા આપવા માટે રાયપુર સમાજ ના પ્રમુખ શ્રી વિશ્રામ ભાઈ છાભૈયા ઉપપ્રમુખ શ્રી લીલાધરભાઈ ભગત,કારોબારી સભ્ય દિનેશ ભાઈ માવાણી યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ ભાઈ નાથાણી અને યુવા મંડળ મહામંત્રી શ્રી પ્રવીણ ભાઈ સાથે છત્તીસગઢ રાજ્ય ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ મંત્રી શ્રી જયંતી ભાઈ દિવાણી સાથે ભારતીય જનતા પાર્ટી ના વ્યાપારી પ્રકોષ્ટ ના મેમ્બર શ્રી સુરેશ ભાઈ નાયાણી સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યક્રણી સભ્ય શ્રી કિરણ ભાઈ નાકરાણી સાથે ભારતીય જનતા પાર્ટીના ભનપુરી મંડળના ઉપાઅધ્યક્ષ શ્રી ગૌરવ નાકરાણી આ સર્વ વડીલો અને ભાઈઓ ઉપસ્થિત રહયા હતા.
GENERAL
23 CGR 22-09-2025 NAVRATRI INVITATION TO EX-CM BHUPESH BAGHEL
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ રાયપુર દ્વારા પરંપરાગત નવરાત્રી 2025 માટે છત્તીસગઢ રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેશ બગેલજી ને આમંત્રણ પત્રિકા આપવા માટે રાયપુર યુવા મંડળ ઉપપ્રમુખ શ્રી જીગ્નેશ ભાઈ નાકરાણી અને યુવા મંડળ ખજાનચી શ્રી નરેશભાઈ છાભૈયા અને હિમ્મત ભાઈ છાભૈયા ઉપસ્થિત રહયા હતા.
GENERAL
24 CGR 18-09-2025 ONLINE KAROBARI SABHA
છત્તીસગઢ રિજીઅન દ્વારા પ્રથમ ઓનલાઈન કારોબારી મિટિંગ લેવામાં આવેલ તારીખ 18.9.2025 ના રાત્રે 9:00 કલાકે રિજીયન પ્રેસિડેન્ટ યોગેશ છાભૈયા દ્વારા કારોબારી સભા રાખેલ હતી. છત્તીસગઢ રિજીયન ચીફ સેક્રેટરી જીગ્નેશ નાકરાણી દ્વારા મિટિંગને હોસ્ટ કરેલ હતી સર્વપ્રથમ સ્વાગત અને ગુરુ મંત્ર તે મિટિંગનો શુભારંભ કરેલ હતું. ગત કારોબારી મીટીંગ નું મીનટ બુકનું વાંચન સેક્રેટરી મનીષ નાયાણી દ્વારા કરવામાં આવેલ. આવેલ પત્રોનું સભામાં વાચન કરેલ. કેન્દ્રના સથવારે કાર્યશાળા ની જાણકારી અને ભોપાલ ખાતે કાર્યશાળાની વિસ્તૃત જાણકારી રાહુલ છાભૈયા દ્વારા આપેલ હતી. છત્તીસગઢ રીજીયન ની મિટિંગમાં ફોરેસ્ટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ અશોક સેઘાણી તેઓ પણ આ મિટિંગમાં જોડાયા હતા છત્તીસગઢ રીજીયન મિશન ચેરમેન હેમંત ધોળું દ્વારા સર્વે સમિતિ નો પરિચય અને કન્વીનર થી અગામી કાર્યક્રમ માટે પ્રેસિડેન્ટ દ્વારા મંજૂરી પણ આપેલ હતી સાથે ચર્ચા અને જાણકારી લીધેલ હતી પ્રમુખશ્રીની પરવાનગી થી અન્ય વિષય પર ચર્ચા પણ કરી હતી મિટિંગમાં ચર્ચા કરતા વધારે થી વધારે મંડળો દ્વારા YSK મેમ્બર બનાવવા જોઈએ અને વેબ કોમ પોતપોતાની ફેમિલી ID ને અપડેટ કરવા માટે વિનંતી કરેલ હતી. મીટીંગ દરમિયાન સર્વે કારોબારી સભ્ય દ્વારા સારા સારા સુજાવો આપેલ હતા સર્વેનો રીજીયનના સેક્રેટરી મનીષ નાયાણી દ્વારા આભાર વ્યક્ત કરેલ અને સભા ને સમાપન કરેલ. છ. ગ. રીજીયન પ્રવકતા નીતિન નાકરાણી
GENERAL
25 CGR 10-09-2025 AABHAR LETTER TO JAYANTI BHAI DIWANI
શ્રી કચ્છ કડવા પાટીદાર યુવાસંગઠ તર્ફથી આપને છત્તીસગઢ રાજ્ય ભારતીય જનતા પાર્ટી ના માનનીય સચિવ તરીકે નિમણૂક થવા બદલ હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. આપની નિમણૂક માત્ર આપનો જ નહીં, પરંતુ સમગ્ર સમાજનો ગૌરવ છે. આપના મહેનત, નિષ્ઠા અને સેવાભાવના આધારે આ માન મળ્યું છે જે આખા સમાજના દરેક સભ્ય માટે ગર્વ ની લાગણી છે. સમાજને આપના નેતૃત્વ હેઠળ વધુ વટ અને ગૌરવ મળશે તેવી આશા અને વિશ્વાસ છે. યુવાસંઘ પરિવાર આપને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતો હર્ષ અનુભવેછે તથા ભવિષ્યના શ્રી ચરણોમાં ભગવાન પાસે અમારી પ્રાર્થના છે કે આપના હૈયા સુખ, આરોગ્ય અને સમૃદ્ધતા આપીને આપને કાંઈ સમાજ સમાજ માટે પ્રેરણાસ્રોત બનેલા રહે. ફરી એકવાર દિલથી અભિનંદન તથા શુભકામનાઓ…
GENERAL

 
   
Website Designed and Developed By : Pioneer