News

Feedback On This Page View Page Feedback
View in :
Search    : Samiti             :                                  Page Size

SrNo. RegId Date Particulars Category Image
1 CGR 31-10-2025 SARDAR VALLABHBHAI PATEL’S 150TH BIRTH ANNIVERSARY COMMEMORATED IN RAIPUR BY SHRI KUTCH KADVA PATIDAR SAMAJ
ભારત ના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦મી જન્મજયંતિ ના ઉપલક્ષ મા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, રાયપુર દ્વારા છ.ગ. ની રાજધાની રાયપુર ફાંફાડીહ મધ્યે સ્થિત સરદાર પટેલ ચોક મા સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા (એક માત્ર છે) મા સમાજ મા ભાઈઓ દ્વારા માલ્યાપણ કરી તેવો ને યાદ કરવા મા આવેલ. આ અવસર પર શ્રી સમાજ ના પ્રમુખ શ્રી વિશ્રામ ભાઈ છાભૈયા , મહામંત્રી શ્રી વેલજી ભાઈ રૂડાણી ,યુવા મંડળ પ્રમુખ શ્રી હરશુખ ભાઈ નાથાણી, મહામંત્રી શ્રી પ્રવીણ ભાઈ નાકરાણી, પૂર્વ પ્રમુખ શ્રી બાબુ ભાઈ વેલાણી,પૂર્વ પ્રમુખ શ્રી મોહન ભાઈ છાભૈયા, ભાજપ પ્રદેશ મંત્રી શ્રી જયંતિ ભાઈ દિવાણી,રાયપુર ટિમ્બર એસોસિએશન અધ્યક્ષ શ્રી દલપત ભાઈ, છ.ગ. ટિમ્બર ફેડરેશન શ્રી અધ્યક્ષ શ્રી સૂર્યકાંત ભાઈ,પૂર્વ પાર્ષદ શ્રી વિઠ્ઠલ ભાઈ,શ્રી હિમ્મત ભાઈ,,શ્રી નરસિંહ ભાઈ,શ્રી મોહન ભાઈ શ્રી અરુણ ભાઈ સાથે સમજજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વે સમજ જનો રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવાનો સંકલ્પ કર્યો અને સરદાર પટેલના આદર્શોને પોતાના જીવનમાં અપનાવવાનો પ્રયાસ કરવાનું વચન આપવા મા આવેલ
SOCIAL
2 CGR 14-10-2025 RSS PATH SANCHALAN HELD IN RAJNANDGAON ON VIJAYADASHAMI WITH OVER 50 YOUTH PARTICIPATION
RSS નું પથ સંચલન રાજનાંદગાંવ પાટીદાર ભવન થી નિકળ્યું અને યુવક મંડળ થી 50 થી વધુ મિત્રો ગણવેશ સાથે શામિલ થયા! વિજયાદશમી ઉત્સવ નિમિતે શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા તા:- 14/10/25 મંગળવારે સવારે 8 વાગે પંથ સંચાલન શ્રી પાટીદાર ભવન થી શરૂ કરવામાં આવેલ! રાજનંદગાવ સ્થાનિક યુવક મંડળથી અંદાજીત 50 જેવા સ્વયંસેવકો એ પંથ સંચાલનમાં જોડાયીને ધન્યતાનો ભાવ અનુભવેલ....... વિશેષ કરીને ભાજપ જિલ્લા અધ્યક્ષ રમેશ ભાઈ દીવાણી , CG યુવાસંઘ ના પૂર્વ પ્રમુખ પવન દિવાણી, દીપક રામાણી ભાવેશ ભાવાણી, વિનય છાભૈયા, સહ ખજાનચી અનિલ લીંબાણી , પુનિત છાભૈયા, વિનસ પેઠાણી પથ સંચાલન માં શામિલ થયા
SOCIAL
3 CGR 03-10-2025 GOVERNOR OF CHHATTISGARH GRACES KUTCH KADVA PATIDAR SAMAJ NAVRATRI CELEBRATIONS IN RAIPUR
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ રાયપુર નવરાત્રી ઉત્સવ માં સમાજના આમંત્રણ ને માન આપી મહાષ્ટમી શુભરાત્રીએ છત્તીસગઢ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ શ્રી રામેન ડેકાજી દ્વારા સમાજ ના બંને ભવનો ફાફાડીહ અને ભનપુરી માં પધારી આયોજન ની શોભા વધારેલ. માતાજી તથા ગરબા ના દર્શન કરી પ્રાંગણ ની પ્રદક્ષિણા કરેલ. સમાજ ના ફાફાડીહ ભવન મધ્યે રાજ્યપાલશ્રી નું સમાજ ના પ્રમુખશ્રી વિશ્રામભાઈ છાભૈયા, મહામંત્રીશ્રી વેલજીભાઈ રૂડાણી, અ.ક.ક.પા. સમાજ પૂર્વ પ્રમુખશ્રી રામજીભાઈ નાકરાણી, પૂર્વ વિધાયકશ્રી દેવજીભાઈ સામાણી, મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી મંજુલાબેન છાભૈયા, યુવા મંડળ ઉપપ્રમુખશ્રી ભરતભાઈ વાલાણી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ અંતે સમાજ ના પ્રમુખશ્રી દ્વારા રાજ્યપાલશ્રી ને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી આભાર વ્યક્ત કરેલ. સમાજ ના ભનપુરી ભવન મધ્ય રાજ્યપાલશ્રી નું સમાજ ના ઉપપ્રમુખશ્રી વાલજીભાઈ નાકરાણી, મંત્રીશ્રી શંભુભાઈ છાભૈયા, પૂર્વ વિધાયકશ્રી દેવજીભાઈ સામાણી, ભાજપ પ્રદેશ મંત્રીશ્રી જયંતીભાઈ દીવાણી, મહિલા મંડળ ઉપપ્રમુખ શ્રીમતી નર્મદાબેન છાભૈયા, મંત્રી શ્રીમતી વંદનાબેન વાલાણી, યુવા મંડળ પ્રમુખશ્રી હરસુખભાઈ નાથાણી, મહામંત્રીશ્રી પ્રવીણભાઈ નાકરાણી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ.
GENERAL
4 CGR 03-10-2025 PATIDAR SAMAJ BILASPUR CELEBRATES “OPERATION SINDOOR” RAAS GARBA IN HONOUR OF INDIAN SOLDIERS
શ્રી પાટીદાર સમાજ બિલાસપુર (છ.ગ) દ્વારા સરહદ પર લડી રહેલા આપણા દેશના વીર જવાનો ને બીરદાવા માટે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું આહ્વાન હતું કે માતાજીની દરેક ગરબીમાં ઓપરેશન સિંદુર ના રાસ ગરબા જોવા માટે પધારેલ અને સમાજના આમંત્રણ અને માન આપી BJP વિધાયક બેલતરા શ્રી સુશાંત શુક્લાજી તથા બિલાસપુર નગરપાલિકા B.J.P પાર્સદ નિતીન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓપરેશન સિંદૂર રાસ ગરબા માં સૌ પાટીદાર ભાઈઓ અને બહેનો ભારત માતા કી જય ના નારા સાથે ઝૂમી ઉઠ્યા હતા. વિધાયકશ્રીઓ પોતાના પ્રસંગિક ઉદ્બબોધનમાં પાટીદાર સમાજની એકતા અને સનાતન સંસ્કૃતિને સાચવવા માટે પાટીદાર સમાજનો વિશેષ આભાર માન્યો હતો અને માતાજીના આશીર્વાદ સદેવ પાટીદાર સમાજ પર રહે તે માટે માતાજી પાસે કામના કરી હતી.
GENERAL
5 CGR 03-10-2025 SDOP SHRI DEVANSH RATHOD GRACES NAVRATRI GARBA MAHOTSAV AT SHRI PATIDAR SAMAJ, BALOD AND CREATES AWARENESS ON CYBER CRIME
શ્રી પાટીદાર સમાજ બલોદ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવના શુભ અવસર પર એસ.ડી.ઓ.પી. શ્રી દેવાંશ રાઠોડ સાહેબ પધાર્યા હતા. તેમણે ગરબા નો આનંદ માણ્યો અને ગરબા રમવાની આપડી સાંસ્કૃતિક પરંપરાની પ્રશંસા કરી. મહત્વ પૂર્ણ જાણકારી તેમણે સમાજના લોકોને આજના સમયમાં ઝડપથી વધી રહેલા સાઇબર ક્રાઇમ વિષે જાગૃત કર્યા. તેમણે ખૂબ જ સરળ અને ઔપચારિક રીતે સમજાવ્યું કે કઈ રીતે ઠગ લોકો બેંક ખાતામાંથી રૂપિયા હડપ કરવા માટે છેતરપીંડી કરે છે. તેમજ તેમણે આ પ્રકારના ગુનાઓથી આપણી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી તે બાબતે પણ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમના અંતે રાઠોડ સાહેબે આરતીમાં ભાગ લીધો તથા પ્રસાદ ગ્રહણ કરી અને આવા સુંદર કાર્યક્રમ માટે શુભેક્ષા પાઠવી પાટીદાર સમાજ બલોદ તરફથી અમે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
GENERAL

 
   
Website Designed and Developed By : Pioneer