News-Samiti

Feedback On This Page View Page Feedback

GOVERNOR OF CHHATTISGARH GRACES KUTCH KADVA PATIDAR SAMAJ NAVRATRI CELEBRATIONS IN RAIPUR
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ રાયપુર નવરાત્રી ઉત્સવ માં સમાજના આમંત્રણ ને માન આપી મહાષ્ટમી શુભરાત્રીએ છત્તીસગઢ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ શ્રી રામેન ડેકાજી દ્વારા સમાજ ના બંને ભવનો ફાફાડીહ અને ભનપુરી માં પધારી આયોજન ની શોભા વધારેલ. માતાજી તથા ગરબા ના દર્શન કરી પ્રાંગણ ની પ્રદક્ષિણા કરેલ. સમાજ ના ફાફાડીહ ભવન મધ્યે રાજ્યપાલશ્રી નું સમાજ ના પ્રમુખશ્રી વિશ્રામભાઈ છાભૈયા, મહામંત્રીશ્રી વેલજીભાઈ રૂડાણી, અ.ક.ક.પા. સમાજ પૂર્વ પ્રમુખશ્રી રામજીભાઈ નાકરાણી, પૂર્વ વિધાયકશ્રી દેવજીભાઈ સામાણી, મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી મંજુલાબેન છાભૈયા, યુવા મંડળ ઉપપ્રમુખશ્રી ભરતભાઈ વાલાણી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ અંતે સમાજ ના પ્રમુખશ્રી દ્વારા રાજ્યપાલશ્રી ને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી આભાર વ્યક્ત કરેલ. સમાજ ના ભનપુરી ભવન મધ્ય રાજ્યપાલશ્રી નું સમાજ ના ઉપપ્રમુખશ્રી વાલજીભાઈ નાકરાણી, મંત્રીશ્રી શંભુભાઈ છાભૈયા, પૂર્વ વિધાયકશ્રી દેવજીભાઈ સામાણી, ભાજપ પ્રદેશ મંત્રીશ્રી જયંતીભાઈ દીવાણી, મહિલા મંડળ ઉપપ્રમુખ શ્રીમતી નર્મદાબેન છાભૈયા, મંત્રી શ્રીમતી વંદનાબેન વાલાણી, યુવા મંડળ પ્રમુખશ્રી હરસુખભાઈ નાથાણી, મહામંત્રીશ્રી પ્રવીણભાઈ નાકરાણી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ.

03-10-2025
 
   
Website Designed and Developed By : Pioneer