News-Samiti

Feedback On This Page View Page Feedback

CHIEF MINISTER VISHNUDEV SAI AND MP BRIJMOHAN AGRAWAL GRACE SHRI KUTCH KADVA PATIDAR SAMAJ RAIPUR NAVRATRI CELEBRATIONS
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ રાયપુર ના આમંત્રણ ને માન આપી માનનીય મુખ્યમંત્રી શ્રી વિષ્ણુદેવ સાયજી સાથે રાયપુર શહર સાંસદ શ્રી બ્રિજમોહન અગ્રવાલજી ઉપસ્થિતિ આપી ઉત્સાહ ની લાગણી દર્શાવેલ માનનીય મુખ્યમંત્રી સાહેબે સમાજ ને નરવાત્રી ના 51માં વર્ષ ની શુભેચ્છા આપી સાંસ્કૃતિક અને પારંપરિક ગરબા ને સાચવી રાખવા માટે પાટીદાર સમાજ ના વડીલો અને કાર્યકર્તાઓ નું અભિનંદન કરેલ, આયોજન માં સમાજ ની સંગીત સમિતિ ની વિશેષ પ્રશંસા કરેલ. આયોજન માં ઉપસ્થિત રાયપુર શહર સાંસદ શ્રી બ્રિજમોહન અગ્રવાલજી દ્વારા પાછળ 40વર્ષો થી સમાજ ના વિવિધ આયોજનો માં ઉપસ્થિતિ આપવા નું ગર્વ વ્યક્ત કરેલ. નવરાત્રી આયોજન માં પૂર્વ વિધાયક શ્રી દેવજી ભાઈ સામાણી અને છ.ગ. પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જયંતિ ભાઈ દિવાણી વિશિષ્ટ અતિથિ રૂપે ઉપસ્થિત રહેલ તથા ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત રાયપુર શ્રી સમાજ ના પ્રમુખશ્રી વિશ્રામ ભાઈ છાભૈયા, ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ ભગત, મહામંત્રી શ્રી વેલજી ભાઈ રૂડાણી, મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી મંજુલા બેન છાભૈયા, યુવા મંડળ ઉપપ્રમુખ ભરત વાલાણી, જીગ્નેશ નાકરાણી, મંત્રી દિવેશ પોકાર, ખજાનચી નરેશ છાભૈયા, છ.ગ. રીજીયન પ્રમુખશ્રી યોગેશ ભાઈ છાભૈયા, રાયપુર જીલ્લા ભાજયુમો મંત્રી મુકેશ ભાઈ પદમાણી, ભાજયુમો ફાફાડીહ મંડળ મહામંત્રી હાર્દિક ભાઈ પોકાર, ગિરીશ ભાઈ નાકરાણી, હિમ્મત ભાઈ છાભૈયા દ્વારા કરવા માં આવેલ.

30-09-2025
 
   
Website Designed and Developed By : Pioneer