News

Feedback On This Page View Page Feedback
View in :
Search    : Samiti             :                                  Page Size

SrNo. RegId Date Particulars Category Image
1 CGR 23-08-2026 GRAND BLOOD DONATION CAMP ORGANISED BY KUTCH KADVA PATIDAR YUVA MANDAL IN BILASPUR
શ્રી બિલાસપુર કચ્છ કડવા પાટીદાર સમાજ ના માર્ગદર્શન અને આશીર્વાદથી શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ બિલાસપુર ના સહયોગથી અને છત્તીસગઢ યુવા સંઘ દ્વારા પ્રેરિત શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા મંડળ, બિલાસપુર દ્વારા તારીખ 23-8-2026 ને રવિવારના દિવસે પાટીદાર ભવન, બિલાસપુર ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું...કાર્યક્રમનો શુભારંભ બિલાસપુર શ્રી સમાજ ના પ્રમુખ શ્રી હરિભાઈ ધોળુ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી લીલાબેન સામાણી છત્તીસગઢ યુવા સંઘના વાઇસ ચેરમેન શ્રી હેમંતભાઈ ધોળુ યુવા મંડળના પ્રમુખ શ્રી યોગેશભાઈ ધોળુ તેમજ સમાજના વડીલો દ્વારા આપણી કુળદેવી માઁ ઉમિયા માતાજી અને ઇષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો...આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી હરિભાઈ ધોળુએ જણાવ્યું હતું કે યુવા મંડળ દ્વારા આવા પુણ્યના કાર્યોનું આયોજન કરવામાં આવે છે જે કોઈના માટે જીવનદાન બની શકે છે. તેમણે યુવા મંડળના સર્વે સભ્યોની પ્રશંસા કરી આશીર્વાદ પાઠવ્યા હતા...મહિલા મંડળના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન સામાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં પણ ક્યારેય યુવા મંડળ દ્વારા આવા પુણ્યના કાર્યોનું આયોજન કરવામાં આવશે ત્યારે મહિલા મંડળ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. તેમણે યુવા મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો...છત્તીસગઢ યુવા સંઘના વાઇસ ચેરમેન શ્રી હેમંતભાઈ ધોળુ એ આવા માનવસેવા રૂપી રક્તદાન શિબિર નું આયોજન જેવા પુણ્ય કાર્ય માટે છત્તીસગઢ યુવા સંઘ વતીથી બિલાસપુર યુવા મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ બિલાસપુર યુવા મંડળ દ્વારા આવા કાર્યો થતા રહેશે એવી આશા વ્યક્ત કરી હતી...યુવા મંડળના પ્રમુખ શ્રી યોગેશ ભાઈએ સર્વે શ્રી સમાજ ના પદાધિકારીઓ, મહિલા મંડળના સભ્યો અને સર્વે સમાજજનો નું આ કાર્યક્રમમાં પધારીને યુવા મંડળના સભ્યોનો ઉત્સાહ વધારવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શ્રી સમાજ અને મહિલા મંડળના આશીર્વાદ અને સહયોગથી ભવિષ્યમાં પણ આવા પુણ્યકાર્યો બિલાસપુર યુવા મંડળ દ્વારા કરવામાં આવતા રહેશે. તેમણે ઉપસ્થિત સર્વે સભ્યોને અનુરોધ કર્યો હતો કે વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન કરો, આપના દ્વારા આપવામાં આવેલું એક યુનિટ રક્ત કોઈના માટે જીવનદાન બની શકે છે...આ આયોજનમાં બહોળી સંખ્યામાં આપણા સમાજના ભાઈઓ-બહેનો અને આપણા વોર્ડ ના પાર્ષદ શ્રી નીતિનભાઈ સામાણી તેમજ અન્ય જ્ઞાતિના સભ્યો અને મિત્રોએ ઉત્સાહભેર રક્તદાન કરી આ આયોજનને સફળ બનાવ્યું હતું.
GENERAL
2 CGR 15-08-2026 “RAMHRUDAY KIT” DISTRIBUTED AMONG BILASPUR SAMAJ ON INDEPENDENCE DAY BY BILASPUR YUVAK MANDAL
બિલાસપુર સમાજમાં યુવા સંઘ દ્વારા તૈયાર કરવામાં આવેલ “રામહૃદય કીટ” નું સ્વતંત્રતા દિવસના પાવન અવસર પર સમસ્ત સમાજજનોમાં વિતરણ કરવામાં આવ્યું...આ સુંદર અને સમાજહિતના કાર્ય માટે બિલાસપુર યુવા મંડળ અને મંડળ ના તમામ સભ્યોને હાર્દિક અભિનંદન તથા ખૂબ ખૂબ શુભેચ્છાઓ...આપણી એકતા, સંસ્કાર અને સમાજ પ્રત્યેની સેવા ભાવના હંમેશા આવી જ રીતે આગળ વધતી રહે અને યુવા મંડળ દ્વારા સમાજ માટે અનેક સેવાકીય કાર્યો થતા રહે તેવી શુભકામનાઓ.
GENERAL
3 CGR 02-06-2026 148 UNITS OF BLOOD DONATED, 247 CITIZENS BENEFIT FROM FREE HEALTH CHECK-UP CAMP ORGANIZED BY PATIDAR YUVA MANDAL RAIPUR
શ્રી પાટીદાર યુવા મંડળ રાયપુર દ્વારા અધ્ય સમાજ સુધારક વડવાહ શ્રી નારાયણ રામજી લીંબાણી બાપા ની 143મી અને શ્રી કેશરા પરમેશ્વરા બાપાની 258મી જન્મ જયંતિ નિમિત્તે ભારતભર મા યોજાવતી રકતંજલીમાહ ના રૂપે તેજ કડી માં રાયપુર યુવા મંડળ દ્વારા રક્તદાન અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર યોજાઈ,148 લોકોએ કર્યું રક્તદાન શ્રી પાટીદાર યુવા મંડળ રાયપુર દ્વારા આયોજિત રક્તદાન તથા નિઃશુલ્ક ચિકિત્સા તપાસ શિબિર રવિવારના રોજ શ્રી પાટીદાર ભવન, ફાફડીહ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ શિબિરમાં 148 લોકોએ રક્તદાન કરી "રક્તદાન-જીવનદાન"નો સંદેશ સાર્થક કર્યો. આ સાથે 247 લોકોએ આરોગ્ય તપાસ માટે સેમ્પલ આપ્યા, જેમની CBC, LFT, RFT, લિપિડ પ્રોફાઇલ, HBA1C, T3-T4-TSH જેવી મહત્વપૂર્ણ તપાસો નિઃશુલ્ક કરવામાં આવી. રક્તદાન દરમ્યાન છ.ગ. રિજિયન ના ચેયરમેન શ્રી યોગેશ ભાઈ છાભૈયા અને રાયપુર સમાજ , છ.ગ. સમાજ ના અગ્રણીઓ દ્વારા શ્રીરામ હૃદય કીટ વિતરણ કરવા માં આવેલ હતું સેવાભાવથી આયોજિત આ શિબિરમાં શહેરના 16 નિષ્ણાત ડોક્ટરોએ નિઃશુલ્ક સેવાઓ આપી. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તમામ ડોક્ટરોને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા તથા શિબિરમાં પધારેલ તમામ રક્તદાતાઓ અને નાગરિકોનો આભાર માનવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી સમાજના ઉપાધ્યક્ષ શ્રી લીલાધર ભગત, ખજાનચી શ્રી જયંતી છાભૈયા, યુવા મંડળના અધ્યક્ષ શ્રી હરસુખ નાથાણી, મહામંત્રી શ્રી પ્રવીણ નાકરાણી, ઉપાધ્યક્ષ શ્રી જિગ્નેશ નાકરાણી, ભરત વાલાણી, ખજાનચી અને આરોગ્ય પ્રભારી શ્રી નરેશ છાભૈયા, આરોગ્ય મંત્રી શ્રી યોગેશ ભીમાણી, મંત્રી શ્રી દિવેશ પોકર, વસંત નાકરાણી સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા. મહિલા મંડળના અધ્યક્ષ શ્રીમતી મંજુલા બેન, મહામંત્રી શ્રીમતી નીશા બેન તેમજ મહિલા મંડળની કારોબારી સભ્યો પણ હાજર રહ્યા. કેન્દ્રીય સમાજ ના કારોબારી સભ્ય શ્રી ખીમજી ભાઈ પોકાર , છત્તીસગઢ રીજીયનના ચેરમેન શ્રી યોગેશ છાભૈયા અને છ.ગ. સમાજના મંત્રી શ્રી ભગવાન ભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજજનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા
GENERAL
4 CGR 02-06-2026 EYE DONATION INSPIRES HUMANITY: CGR HONOURS DHANANI FAMILY WITH ‘MANAVTA GAURAV AWARD’ FOR NOBLE GIFT OF VISION
સ્વ. મણી બેન કાનજી ભાઈ ધનાણી (રામાંણી) પરિવારને માનવતા ગૌરવ એવોર્ડ…સ્વ. મણીબેન કાનજી ભાઈ ધનાણી નું તારીખ ૨૭-૦૫-૨૦૨૬ ના રોજ અવસાન થયેલ, તેમના અવસાન બાદ તેમના દ્વારા તેમની બંને આંખો નું દાન કરવામાં આવેલ હતું. તેઓ ચક્ષુદાતા ની શૃંખલામાં પોતાનું નામ અંકિત કરતા ગયા અને સમાજ અને પરિવાર નું નામ શિખર ઉપર અંકિત કરતા ગયા એવું એક યાદગાર રહેશે અને જે વેકતી જેમની આખો ની રોશની નોતી અને આ દુનિયા નથી જોઈ તેવો ને સ્વ. મણી બેન ના ચક્ષુદાન કરી સારો એવો સંદેશ આપેલ છે. આથી આજ રોજ તારીખ 02-06-2026 ના રોજ યુવાસંઘ દ્વારા મોકલેલા એવોર્ડ ને અર્પણ કરવા માટે યુવાસંઘ નું અભિન્ન અંગ એવું છત્તીસગઢ રિજિયન (CGR) ના દ્વારા તેમને માનવતા ગૌરવ એવોર્ડ તેમના પરિવારના વડીલ શ્રી કાનજી ભાઈ સાથે પુત્ર હરી ભાઈ , ચંદુ ભાઈ , મુકેશ ભાઈ અને સંપૂર્ણ ધનાણી પરિવાર ને આપવામાં આવેલ. એવોર્ડ અર્પણ સમયે નીચે મુજબના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ હતી. ચેરમેન -યોગેશ છાભૈયા, મહામંત્રી -જીગ્નેશ નાકરાણી, હેલ્થ રિજિયન કન્વીનર - નરેશ છાભૈયા, છ.ગ. રિજિયન શિવનાથ ડિવિઝનલ ચેરમેન - રાજેશ ભાઈ છાભૈયા
GENERAL
5 CGR 31-01-2026 HUMANITY PRIDE AWARD HONORS LATE SAVITABEN HARIBHAI NAKARANI FOR NOBLE EYE DONATION
ચક્ષુદાતા સ્વ. સવિતાબેન હરિભાઈ નાકરાણી પરિવારને માનવતા ગૌરવ એવોર્ડ… સ્વ. સવિતાબેન હરિભાઈ નાકરાણી નું તારીખ ૧૨-૦૧-૨૦૨૬ ના રોજ અવસાન થયેલ, તેમના અવસાન બાદ તેમના દ્વારા તેમની બંને આંખો નું દાન કરવામાં આવેલ હતું. તેઓ ચક્ષુદાતા ની શૃંખલામાં પોતાનું નામ અંકિત કરતા ગયા અને સમાજ અને પરિવાર નું નામ શિખર ઉપર અંકિત કરતા ગયા એવું એક યાદગાર રહેશે અને જે વેકતી જેમની આખો ની રોશની નોતી અને આ દુનિયા નથી જોઈ તેવો ને સ્વ. સવિતાબેન ના ચક્ષુદાન કરી સારો એવો સંદેશ આપેલ છે. આથી આજ રોજ તારીખ 26-01-2026 ના રોજ યુવાસંઘ દ્વારા મોકલેલા એવોર્ડ ને અર્પણ કરવા માટે યુવાસંઘ નું અભિન્ન અંગ એવું છત્તીસગઢ રિજિયન (CGR) ના દ્વારા તેમને માનવતા ગૌરવ એવોર્ડ તેમના પરિવારના વડીલ શ્રી હરિભાઈ સાથે પુત્ર દ્વિજેશ ભાઈ , બ્રીજેશ ભાઈ ને આપવામાં આવેલ. એવોર્ડ અર્પણ સમયે નીચે મુજબના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ હતી. ચેરમેન યોગેશ છાભૈયા. મહામંત્રી જીગ્નેશ નાકરાણી. હેલ્થ રિજિયન કન્વીનર નરેશ છાભૈયા. સેન્ટ્રલ મેમ્બર યોગેશ છાભૈયા. રાયપુર યુવા મંડળ ના પ્રમુખ હરસુખ નાથાણી. ભરત વાલાણી. મનીષ છાભૈયા. યોગેશ ભીમાણી. ભાવેશ રૂડાણી. શિખર પોકાર. કેતન છાભૈયા.
GENERAL

 
   
Website Designed and Developed By : Pioneer