News

Feedback On This Page View Page Feedback

SDOP SHRI DEVANSH RATHOD GRACES NAVRATRI GARBA MAHOTSAV AT SHRI PATIDAR SAMAJ, BALOD AND CREATES AWARENESS ON CYBER CRIME
શ્રી પાટીદાર સમાજ બલોદ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવના શુભ અવસર પર એસ.ડી.ઓ.પી. શ્રી દેવાંશ રાઠોડ સાહેબ પધાર્યા હતા. તેમણે ગરબા નો આનંદ માણ્યો અને ગરબા રમવાની આપડી સાંસ્કૃતિક પરંપરાની પ્રશંસા કરી. મહત્વ પૂર્ણ જાણકારી તેમણે સમાજના લોકોને આજના સમયમાં ઝડપથી વધી રહેલા સાઇબર ક્રાઇમ વિષે જાગૃત કર્યા. તેમણે ખૂબ જ સરળ અને ઔપચારિક રીતે સમજાવ્યું કે કઈ રીતે ઠગ લોકો બેંક ખાતામાંથી રૂપિયા હડપ કરવા માટે છેતરપીંડી કરે છે. તેમજ તેમણે આ પ્રકારના ગુનાઓથી આપણી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી તે બાબતે પણ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમના અંતે રાઠોડ સાહેબે આરતીમાં ભાગ લીધો તથા પ્રસાદ ગ્રહણ કરી અને આવા સુંદર કાર્યક્રમ માટે શુભેક્ષા પાઠવી પાટીદાર સમાજ બલોદ તરફથી અમે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

03-10-2025
 
   
Website Designed and Developed By : Pioneer