News-Samiti

Feedback On This Page View Page Feedback

ANNOUNCEMENT REGARDING FOREST COUNCIL KARYASHALA
પ્રતિ, શ્રી કેન્‍દ્રીય હોદેદારો, કારોબારી સભ્‍યો સેન્ટ્રલ મિશન લીડર્સ અને PDO તેમજ ઉત્તર ભારત, છત્તીસગઢ, મધ્‍ય પ્રદેશ અને વિદર્ભ Region ના હોદેદારો અને તેના અંતર્ગત આવતા તમામ યુવા મંડળના અન્‍ય કાર્યકર્તાઓ Mentor શ્રીયો અને સમાજજનો, જય શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંધ એક એવું સંગઠન છે જેમાં સમાજ ઉત્થાન માટે કર્મનિષ્ઠ કાર્યકર્તાઓને સમાજ સેવાના માધ્‍યમથી સમાજ અને સ્વનો વિકાસ કરવાની અનોખી તક સાંપડે છે. આજે જયારે આપણે યુવાસંધ ના 2025 - 27 ટર્મમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે, તેના નવીન લક્ષ્યાંકોને સ્થાપી સમાજને અદ્વિતીય ઓપ આપી નવીનતમ ઊંચાઇ પર પહોંચાડવી વિશ્વ ફળક ઉપર ડંકો વગાડવા આપણે નવનિયુક્ત યુવા કાર્યકર્તાઓ પદ ભાર નિભાવવા થનગનીએ છીએ ત્યારે સંગઠનથી સમૃદ્ધિ લઈ આવવા ચાલો સૌ હાજરી આપીએ Forest કાઉન્સિલની સ્પંદન કાર્યશાળામાં... હા મિ‍ત્રો! આપણા કેન્‍દ્રીય યુવાસંધ ની ટર્મ 2025 - 27 માટેની કાઉન્સિલ સ્તરીય સ્પંદન કાર્યશાળાનો સુચારૂ આયોજન નીચેના અલૌકિક સ્થળ પર કરવાનું નક્કી કરવામાં આવેલ છે આ ઐતિહાસિક કાઉન્સિલ સ્તરીય કાર્યશાળામાં બહોળી સંખ્યા માં ભાગ લેવા આપ સૌને કેન્‍દ્રીય યુવાસંધ આમંત્રિત કરે છે. સમય: તા. 11/10/25 બપોરે 3.00 વાગ્યાથી – 12/10/25 બપોરે 1.00 વાગ્યા સુધી સ્થળ: શ્રી ગુજરાતી સમાજ, ટીટી નગર, ભોપાલ – મધ્ય પ્રદેશ અશોક સેંઘાણી, કાઉન્સિલ પ્રેસિડેન્ટ રાહુલ છાભૈયા કાઉન્સિલ સેક્રેટરી

27-09-2025
 
   
Website Designed and Developed By : Pioneer