News-Samiti

Feedback On This Page View Page Feedback

ONLINE KAROBARI SABHA
છત્તીસગઢ રિજીઅન દ્વારા પ્રથમ ઓનલાઈન કારોબારી મિટિંગ લેવામાં આવેલ તારીખ 18.9.2025 ના રાત્રે 9:00 કલાકે રિજીયન પ્રેસિડેન્ટ યોગેશ છાભૈયા દ્વારા કારોબારી સભા રાખેલ હતી. છત્તીસગઢ રિજીયન ચીફ સેક્રેટરી જીગ્નેશ નાકરાણી દ્વારા મિટિંગને હોસ્ટ કરેલ હતી સર્વપ્રથમ સ્વાગત અને ગુરુ મંત્ર તે મિટિંગનો શુભારંભ કરેલ હતું. ગત કારોબારી મીટીંગ નું મીનટ બુકનું વાંચન સેક્રેટરી મનીષ નાયાણી દ્વારા કરવામાં આવેલ. આવેલ પત્રોનું સભામાં વાચન કરેલ. કેન્દ્રના સથવારે કાર્યશાળા ની જાણકારી અને ભોપાલ ખાતે કાર્યશાળાની વિસ્તૃત જાણકારી રાહુલ છાભૈયા દ્વારા આપેલ હતી. છત્તીસગઢ રીજીયન ની મિટિંગમાં ફોરેસ્ટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ અશોક સેઘાણી તેઓ પણ આ મિટિંગમાં જોડાયા હતા છત્તીસગઢ રીજીયન મિશન ચેરમેન હેમંત ધોળું દ્વારા સર્વે સમિતિ નો પરિચય અને કન્વીનર થી અગામી કાર્યક્રમ માટે પ્રેસિડેન્ટ દ્વારા મંજૂરી પણ આપેલ હતી સાથે ચર્ચા અને જાણકારી લીધેલ હતી પ્રમુખશ્રીની પરવાનગી થી અન્ય વિષય પર ચર્ચા પણ કરી હતી મિટિંગમાં ચર્ચા કરતા વધારે થી વધારે મંડળો દ્વારા YSK મેમ્બર બનાવવા જોઈએ અને વેબ કોમ પોતપોતાની ફેમિલી ID ને અપડેટ કરવા માટે વિનંતી કરેલ હતી. મીટીંગ દરમિયાન સર્વે કારોબારી સભ્ય દ્વારા સારા સારા સુજાવો આપેલ હતા સર્વેનો રીજીયનના સેક્રેટરી મનીષ નાયાણી દ્વારા આભાર વ્યક્ત કરેલ અને સભા ને સમાપન કરેલ. છ. ગ. રીજીયન પ્રવકતા નીતિન નાકરાણી

18-09-2025
 
   
Website Designed and Developed By : Pioneer